ફોટો ગેલેરી

Professional works

વિવિધ ફોટાઓ નિહાળવા માટે અમારી ફોટો ગેલેરી ની મુલાકાત લો. વધારે જોવા માટે અહીયાં ક્લિક કરો

મ્યુઝિક

Excellent result

વિવિધ પ્રકારના ભજનો સાંભળવા માટે મુલાકાત લો. અમારા સંગીત વિભાગ ની. વધુ જોવા માટે અહીયાં ક્લિક કરો

ઑનલાઇન વાંચો

Read

વિવિધ ગ્રંથો ઓનલાઇન વાંચવા માટે અમારા આ વિભાગની મુલાકાત લો. વધુ જોવા માટે અહીયાં ક્લિક કરો

સંપર્ક

Eenvionment care

અમારા વિષે વધુ જાણવા અમારો સંપર્ક કરવા અહીયાં ક્લિક કરો

પરમગુરૂ શ્રીમત્ કરૂણાસાગર મહારાજ

જ્ઞાન સમ્પ્રદાયના આધ્યસ્થાપક દિવ્ય પરમગુરૂ શ્રીમત્રૂણાસાગર મહારાજ છે. તેઓ સંવત ૧૮૨૯ ના મહાસુદ બીજના દિવસે કાસૉર (તા.જી. આણંદ) ગામની વનખંડીમાં શેરતલાવ પાસે પ્રગટ થયાં હતાં. વિશ્વના સર્જનહારની આજ્ઞાથી તેઓશ્રી આ બ્રહ્માંડનાં તમામ દૈવીધામોને ચેતાવીને તેમાં વસનારને કૈવલ જ્ઞાનથી જાગ્રત કર્યા. ત્યારબાદ આ પૃથ્વી પરના છ દ્વીપોને પણ ચેતાવીને સાતમાં જમ્બુદ્વિપમાં દિવ્ય દેહે પ્રગટ થયાં. આ દિવ્ય દેહ નવબુદ્ધિ ,સોળ વિભૂતિ અને વિશ્વ ની સર્વ કરુણાઓથી સંપન્ન હતો. પોતાના ૧૦૫ વર્ષના દિવ્ય જીવન દરમ્યાન આ જગતના માનવોને તર્કબદધ અને ન્યાયિક રીતે સકર્તા સિદ્ધાંતનો બોધ કરીને સાચા સર્જનહારની ઓળખ આપવા પ્રયત્ન કર્યો, અને સગુણ અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં ભટકી રહેલાં અજ્ઞાની માનવોને સાચો રાહ બતાવ્યો.

તેઓશ્રી લુપ્ત થયેલાં પંચસૂક્ષ્મ વેદની ઓળખ આપી, અને સાથે સાથે સમજાવ્યું કે વિશ્વનાં સર્જનહાર એક છે., જે કદાપિ  પોતાના બનાવેલ ક્રતમાં અવતાર ધારણ કરતાં નથી. જે કોઈ દૈવીપુરુષો કે અન્ય તારાદિક્ દેવ - દેવી પોતે સર્જનહાર હોવાનો દાવો કરે છે, તેનું તેઓશ્રી ખંડન કર્યું છે. અને પોતાના ધર્મગ્રંથો દ્વારા પ્રમાણિત / સ્થાપિત કર્યું છે કે વિશ્વના સર્જનહાર તો અખંડ, અમર, અજર, અચ્યુત, અનાદિ, અમાપ, સિદ્ધ, અક્ષય, દિવ્ય દ્વિગરૂપ, સોહમપદી, ક્દેશી, નિર્મલ, મહદ્ સજાણ સ્વરૂપ, બ્રહ્મના પ્રકાશક,અનંત બ્રહ્માંડાધીશ અન સોહંગ સ્વરૂપ છે. ટલા માટે જ તો તેમને આધ્ય, સક્રત, સ્વરાજ, કરૂણેશ અને કૈવલ આ પાંચ વિશેષણોથી સંબોધાય છે.

શાશ્ચત સુખની પ્રાપ્તિ માટે તથા જન્મમરણનાં દુ:ખના બંધન દૂર કરવા માટેનો રસ્તો દિવ્યપરમગુ
રૂ દર્શાવે છે. આને માટે તેઓશ્રી પંદર ધર્મગ્રંથો, વિવિધ પદો તેમજ ભજનો ની રચના કરી છે.