anant

વિશ્વનાં સર્જનહાર એક છે, જે કદાપિ  પોતાના બનાવેલ ક્રતમાં અવતાર ધારણ કરતાં નથી. જે કોઈ દૈવીપુરુષો કે અન્ય અવતરાદિક્ દેવ - દેવીઑ વિશ્વમાં માનવના ભલા માટે અધર્મ નો વિનાશ કરી ધર્મ નું રક્ષણ કરે છે તેથી તેમને સર્જનહાર કહી શકાય નહી. જેમકે કુટુમ્બમાં ઍક મોટા ભાઈ હોય તે બાપની ગેરહાજરી માં પિતાની આજ્ઞા અનુસાર બધીજ ફરજો બજાવે છતા તેમને બાપ કહી શકાય નહી. દિવ્ય પરમગુરુઍ પોતાના ધર્મગ્રંથો દ્વારા પ્રમાણિત / સ્થાપિત કર્યું છે કે વિશ્વના સર્જનહાર તો અખંડ, અમર, અજર, અચ્યુત, અનાદિ, અમાપ, સિદ્ધ, અક્ષય, દિવ્ય દ્વિગરૂપ, સોહમપદી, ઍક્દેશી, નિર્મલ, મહદ્ સજાણ સ્વરૂપ, બ્રહ્મ ના પ્રકાશક,અનંત બ્રહ્માડાધીશ અન સોહંગ સ્વરૂપ છે. ઍટલા માટે જ તો તેમને આધ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ પાંચ વિશેષણોથી સંબોધાય છે.

panch